Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ટીવી પરદાની નાગીન અનિતાએ પતિ સાથે વિયતનામમાં માણ્યું વેકેશન

ટીવી પરદાની સુપરસ્ટાર અભિનેત્રી અને છેલ્લે નાગીન-૩માં વિષનો રોલ નિભાવી  ચુકેલી અનિતા હસનંદાની ફરીથી પતિ રોીહત રેડ્ડી સાથે વિદેશ ફરવા ગઇ હતી. નાગીન-૩નું છેલ્લા એપિસોડનું શુટીંગ પુરૂ થતાં જ તે પતિ સાથે વિયેતનામ પહોંચી હતી.  અનિતા ઇંસ્ટાગ્રામ પર સતત પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહી છે. આ વખતે તેણે વિયેતનામથી પતિ સાથેની રોમાન્ટીક પળોની તસ્વીરો મુકી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. વેકેશન માણવા પહોંચેલા અનિતા અને રોહિતે અસંખ્ય તસ્વીરો લીધી હતી અને તેમાંથી ઘણીખરી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. અનિતા સમયાંતરે ટીવી શોના શુટીંગમાંથી રજા લઇને પતિ સાથે ફરવા નીકળી જાય છે. હાલમાં અનિતા સ્ટાર પ્લસના શો યે હૈ મહોબ્બતેમાં પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત ખતરા ખતરા ખતરામાં પણ જોવા મળી હતી. મુંબઇમાં ૧૪ એપ્રિલ ૧૯૮૧ના જન્મેલી અનિતાએ કભી સોૈતન કભી સહેલી શો થકી ૨૦૦૧માં ટીવી પરદે આગમન કર્યુ હતું. તેણે બોલીવૂડ અને સાઉથની મળી ત્રીસ જેટલી ફિલ્મો પણ કરી છે.

(9:48 am IST)