Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

વેદીકાની ઇમરાન સાથેની ફિલ્મનું આવતા મહિને લખનોૈમાં શુટીંગ

સાઉથની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં આવી રહી છે. તેલુગુ ફિલ્મ 'પરદેસી' થકી કારકિર્દીની શરૂઆત કરનાર વેદિકા કુમાર તાજેતરમાં મુંબઇ અંધેરીમાં એક રેસ્ટોરન્ટ બહાર જોવા મળી હતી. આછા લીલા રીંગના શોર્ટ ડ્રેસમાં તે ખુબ જ સ્ટાઇલિશ દેખાઇ રહી હતી. તેણે બ્રાઉન રંગના ગમ બૂટ પહેર્યા હતાં. તેણે ચાહકો સામે સ્માઇલ આપી તસ્વીરો ખેંચાવી હતી. હિન્દી ફિલ્મ 'ધ બોડી' થકી તે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે ઇમરાન હાસમી સાથે મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન જીતુ જોસેફ કરી રહ્યા છે. જેણે દ્રશ્યમ નામની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ નિર્દેશીત કરી હતી. ધ બોડી ફિલ્મનું શુટીંગ લખનોૈમાં થશે. ૨૦૧૨માં આવેલી સ્પેનિશ ફિલ્મની આ હિન્દી રિમેક છે. શુટીંગ આવતા મહિને શરૂ થશે. મુંબઇ અને મોરેશિયસમાં પણ અમુક દ્રશ્યો માટે શુટીંગ થશે.

 

(9:47 am IST)