Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે બિપાસા-કરણ

મુંબઈ:બોલીવુડ કપલ બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર ફરી એકવાર મોટા પડદે એક સાથે નજરે પડનાર છે. રીયલ લાઈફ કપલ ફિલ્મ આદતમાં સાથે જોવા મળશે, જેને વિક્રમ ભટ્ટ બનાવી રહ્યા છે. વિક્રમ ભટ્ટે બિપાશા અને કરણની ફૈન ફોલોઅર્સને ધ્યાનમાં રાખી સ્ક્રિપ્ટમાં કેટલાક પરિવર્તન પણ કર્યા છે. 
ફિલ્મના ડાયરેક્શનની જવાબદારી ભૂષણ પટેલને સોંપવામાં આવી છે. ફિલ્મનુ લોકેશન ફાઈનલ કરવા માટે ભૂષણ પટેલ ગત સપ્તાહે લંડન પણ ગયા હતા. આ પહેલા ભૂષણ પટેલ ૨૦૧૫માં બિપાશા અને કરણની હોરર ફિલ્મ અલોનનુ ડાયરેક્શન પણ કરી ચુક્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આદત ફિલ્મનુ શુટિંગ લંડનમાં ૪૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ એક થ્રિલર ડ્રામા ફિલ્મ હશે જે ચાલુ વર્ષના અંત સુધીમાં રીલીઝ કરવાની યોજના છે. આ પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે બિપાશા બાસુ જાણીતા સિંગર મિક્કાસિંહની ફિલ્મથી બોલીવુડમાં વાપસી કરશે. જોકે તે ફિલ્મ આગળ વધી શકી નહીં. ત્યારે હવે તે વિક્રમ ભટ્ટની ફિલ્મ આદતથી બોલીવુડમાં વાપસી કરવા જઈ રહી છે. કરણ અને બિપાશા આ પહેલા અલોન ફિલ્મમાં સાથે નજરે પડયા હતા. જે ફિલ્મ કરણસિંહની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી.

(5:02 pm IST)