Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ

મુંબઇ:અભિનેતા રિતિક રોશન આ સપ્તાહના અંતમાં પોતાની આગામી ફિલ્મ સુપર ૩૦ના બીજા શિડયુલનો આરંભ કરશે એવી જાણકારી મળી હતી. રિતિક પટણાના ગણિતગુરુ આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ કરી રહ્યો છે. એનો આનંદ કુમાર તરીકેનો ફર્સ્ટ લૂક રજૂ થયો ત્યારથી સોશ્યલ મિડિયા પર એની આ ફિલ્મ વિશે લોકોની ઇંતેજારી જાગી ઊઠી હતી. એણે પટણા અને નવી દિલ્હીમાં એક શિડયુલ પૂરું કર્યું હતું. હવે બીજા શિડયુલનો આરંભ થવાનો છે. બિહારના ગરીબ અને તેજસ્વી બાળકોનું ગણિત નબળું હોવાથી એમને આઇઆઇટીમાં પ્રવેશ મળતો નહોતો. આનંદ કુમારે આવા ગરીબ બાળકોને ગણિત મફત શીખવવાના મિશનનો આરંભ કર્યો હતો જે આજે વટવૃક્ષ જેવો વિરાટ બની રહ્યો છે. આ સપ્તાહના આરંભે મુંબઇમાં ફિલ્મના બીજા શિડયુલના શૂટિંગનો આરંભ થશે.

(5:02 pm IST)