Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મરાઠી ફિલ્મની હિન્દી રિમેકમાં સોનાક્ષી સિન્હાને મળ્યો રોલ

સોનાક્ષી સિન્હાની કારકિર્દી હાલમાં ખાસ ચાલતી નથી. અન્ય અભિનેત્રીઓ કરતાં તે પાછળ રહી ગઇ છે. તેણે દબંગ-૩ માટે પોતાનું વજન ખુબ ઘટાડી નાંખ્યું છે અને ખુબસૂરત દેખાવા માંડી છે. હાલમાં તે વધુ ફિલ્મો સાઇન કરવાના મૂડમાં છે. તેણે એક ફિલ્મ સાઇન કરી છે જે અજય દેવગણની ફિલ્મની રિમેક છે. અજયએ નાના પાટેકરને લઇને મરાઠી ફિલ્મ આપલા માણુસ બનાવી હતી. જેમાં અજયનો પોતાનો પણ નાનકડો રોલ હતો. આ ફિલ્મનું નિર્દેશન સતિષ રાજવાડેએ કર્યુ હતું.

ફિલ્મના ખુબ વખાણ થયા હતાં અને સમિક્ષકો તથા દર્શકોને ખુબ ગમી હતી. હવે આ ફિલ્મની હિન્દી રિમેક આશુતોષ ગોવારીકર બનાવી રહ્યા છે. તેણે આ ફિલ્મ માટે સોનાક્ષીને સાઇન કરી છે. હિન્દી રિમેકનું નિર્દેશન પણ સતિષ જ કરશે.

 

(9:17 am IST)