Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાઉડી રાઠોડ-૨ની સ્ક્રિપ્ટ તૈયાર

અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની રાઉડી રાઠોડ સુપરહિટ નિવડી હતી. આ ફિલ્મની સિકવલ રાઉડી રાઠોડ-૨ પણ આવી રહી છે. આ માટેની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે. ફિલ્મની સહનિર્માત્રી શબીના ખાતે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ લખાઇ ચુકી છે.  વિજયેન્દ્ર પ્રસાદે લેખનમાં થોડો સયમ લીધો હતો. સંજય લીલા ભણશાલી અને હું સહ નિર્માતા છીએ. આગળનું કામ ઝડપથી શરૂ થઇ જશે. રાઉડી રાઠોડના ગીતો પણ દર્શકોને ખુબ ગમ્યા હતાં. શબીના ખાન ટીવી પરદે પણ એન્ટ્રી કરી રહી છે. તે 'જિંદગી કે ક્રોસ રોડ્સ' શોને પ્રોડ્યુસ કરી રહી છે. આ શો સોની ચેનલ પર છ જુનથી શરૂ થવાનો છે. શબીનાએ નિર્માતા તરીકે રાઉડી રાઠોડ સહિત ત્રણ ફિલ્મો બનાવી છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં પોલીસ અધિકારી અને ટપોરી સ્ટાઇલની એમ બેવડી ભૂમિકા નિભાવી હતી.

(9:16 am IST)