Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ટીવી દુનિયાના કપલ શરદ-પૂજા વચ્ચે બ્રેકઅપ

ટીવી દુનિયાના ફેવરીટ કપલમાં જેની ગણના થતી હતી તે શરદ મલ્હોત્રા અને પૂજા બિસ્ટ અલગ થઇ ગયા છે. બે વર્ષ સુધી બંને એક બીજાની સાથે હતાં અને લગ્નનું પ્લાનિંગ પણ કર્યુ હતું. પણ અચાનક બ્રેકઅપ થઇ જતાં ટીવી જગતમાં ચોંકી ગયું છે. પૂજાએ કહ્યું હતું કે શરદ લગ્ન કરવા ઇચ્છતો જ નહોતો. વળી છેલ્લા બે મહિનાથી તે બીજી કોઇ યુવતિ સાથે રિલેશનશીપ ધરાવતો થયો હતો. પૂજાએ કહ્યું હતું કે મારી સાથે તે રિલેશનશીપમાં હતો છતાં મારી સાથે દગો કર્યો. છ મહિના પહેલા જ તેનું વર્તન બદલાઇ ગયું હતું. મને એમ હતું કે કામનું ભારણ હશે, પણ તપાસ કરતાં ખબર પડી કે બીજી કોઇ છોકરીને તે મળે છે. આ છોકરી સાથે તેની ઓળખ ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી. શરદે એમ પણ કહ્યું હતું કે તે પોતાની મમ્મી અને જ્યોતિષીના કહેવાથી છોડી રહ્યો છે. શરદે પણ લગ્નની વાત બાદ પોતે પાછળ હટી ગયાનું કહી ભુલ સ્વીકારી હતી.

(9:15 am IST)
  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST

  • અફઘાનમાં અમેરિકી સેના ત્રાટકી : પ૦ તાલીબાનીના ફૂરચા : ગાઝાએ ઇઝરાઇલ પર રપ થી વધારે મિસાઇલો દાગી હોવાના સમાચાર મળે છે : ઇઝરાયલ બદલો લેશે access_time 4:34 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST