Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

શરદ મલ્હોત્રા બન્યો દિગ્દર્શક: પોતાના અનુભવો કર્યા શેયર

મુંબઈ: અભિનેતા શરદ મલ્હોત્રાએ તાજેતરમાં ડિજિટલી રિલીઝ થયેલ પ્રોજેક્ટ 'પ્રેમ ગજરા ઓર ચીલી ચિકન' સાથે દિગ્દર્શન કર્યું છે. તેમનું કહેવું છે કે આ શોર્ટ ફિલ્મનું નિર્માણ પડકારજનક હતું, પરંતુ તેમને કામની મજા પણ આવી હતી. શરદે આઈએએનએસને કહ્યું, "જ્યારે તમે કંઇક નવું કરો છો ત્યારે વસ્તુઓ સરળ હોતી નથી, પરંતુ તમારા પ્રયત્નો અને પ્રાર્થનાઓને ક્યારેય અવગણવામાં આવતી નથી. અમને આ ફિલ્મ માટે ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. તેના દ્વારા સમાજને એક મજબૂત સંદેશ પણ આપવામાં આવ્યો છે. કામ આ ફિલ્મ બનાવવાનું પડકારજનક રહ્યું છે, પરંતુ તેનો અનુભવ અદભૂત રહ્યો છે. આ કામ પ્રત્યેનો મારો પ્રેમ છે કે જેનાથી વસ્તુઓ આવી રહી છે. "

(5:45 pm IST)