Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સારા અલી ખાનના પ્રેમી કાર્તિક આર્યન, સુશાંતસિંહ રાજપૂત સહિતના અમૃતા સિંહને કેમ પસંદ ન હતા ?

નવી દિલ્હી: સારા અલી ખાન જ્યાં ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે. તો તે રિલેશનશિપને લઇને પણ ઘણા સમાચારોમાં રહે છે. જો કે, દરેક વખતે સારાના પ્રેમની દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ તેની માતા અમૃતા સિંહ બને છે.  

કરણ જોહરનો શોમાં સારા અલી ખાન જ્યારે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી હતી તો તેને પૂછવામાં આવ્યું હતં કે, તે કયા એક્ટર સાથે ડેટ પર જવા ઈચ્છે છે. તેના પર સારા અલી ખાને નેશનલ ક્રશ કાર્તિક આર્યનનું નામ લીધું હતું.

કાર્તિક અને સારાનું નામ ઘણી વખત જોડવામાં આવ્યા બાદ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ તેમની ફિલ્મ લવ આજ કાલ 2 માં આ કપલને સાઇન કર્યું હતું. બંનેની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ પરંતુ કાર્તિક અને સારાના ડેટિંગના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી.

ત્યારે થોડા દિવસો પછી સારા અને કાર્તિકના અલગ થવાના સમાચાર સામે આવ્યા. કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સારાની માતા અમૃતા સિંહ ઇચ્છતી ન હતી કે તેના શરૂઆતના કરિયરમાં સારા કોઈ રિલેશનશીપમાં આવે પરંતુ તે ઇચ્છતી હતી કે સારા તેનો ફોકસ માત્ર ફિલ્મો પર રાખે. 

સારાએ ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સમાચારો અનુસાર સારા અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મના સેટ પર ખૂબ જ નજીક આવી ગયા હતા અને તેમના ડેટિંગના સમાચાર પણ આવ્યા હતા. સારા અને સુશાંત બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા નહીં.

અમૃતાને સુશાંત પણ પસંદ ન હતો અને તેમણે સારાને સ્પષ્ટ શબ્દોમાં તેનાથી દૂર રહેવા કહ્યું હતું. આ કારણથી સારા અને અમૃતા વચ્ચે થોડા દિવસ સુધી બોલવાનું બંધ થઈ ગયું હતું પરંતુ આખરે માતાની વાત માની સારાએ સુશાંત સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

(4:35 pm IST)