Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આદિત્યની જોડી હવે મૃણાલ સાથે

સાઉથની સુપરહિટ ફિલ્મોની હિન્દી રિમેક બનાવવાનું હવે સામાન્ય થઇ ગયું છે. બોલીવૂડમાં આ ચલણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. થાડમ નામની ફિલ્મની હિન્દી રિમેકની વાત ચાલી રહી છે. આ ફિલ્મ માટે પહેલા સિધ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી થઇ હતી. પરંતુ હવે એવુ સામે આવ્યું છે કે સિધ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મથી અલગય થઇ ગયો છે. હવે મુખ્ય ભુમિકા આદિત્ય રોય કપૂર નિભાવશે. સિધ્ધાર્થની બદલે હવે આદિત્ય આ ફિલ્મમાં ધમાકો કરશે. મુરાદ ખેતાની નિર્દેશીત આ ફિલ્મ માટે લાંબા સમય સુધી મુખ્ય અભિનેતાની તલાશ ચાલી રહી હતી. સિધ્ધાર્થ પછી હવે  આદિત્ય ફાઇનલ થયો છે. તો હિરોઇન તરીકે મૃણાલ ઠાકુરની પસંદગી થઇ છે. મૃણાલને વધુ એક ફિલ્મ મળતાં તે ખુબ જ ઉત્સાહિત છે. આદિત્ય સાથે કામ કરવા તે આદુર થઇ છે. બંનેએ અગાઉ કદી સાથે કામ કર્યુ નથી. આશિકી-૨થી આદિત્ય કપૂર યુવાઓના દિલોમાં રાજ કરી રહ્યો છે. એ પછીની તેની ફિલ્મો પણ ચાહકોને ખુબ ગમી છે. હવે તે વધુ એક ધમાલ મચાવવા તૈયાર છે.

(10:21 am IST)
  • મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યુ છે કે આજથી મુંબઈમાં રસીકરણ ત્રણ દિવસ માટે, રસીના અભાવને કારણે બંધ કરાયુ છે અને ૧૮ વર્ષથી વધુ વયના નાગરીકોનું આયોજીત રસીકરણ પણ મોડું શરૂ થવાની સંભાવના છે access_time 11:36 am IST

  • સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં વીજળી પડતાં ભેંસોના મોત : :ભોટ ગામની સીમમાં આવેલ ખેતરમાં બાંધેલ ૦૪ ભેંસો પર વીજળી પડતાં મોત નિપજ્યા: ભોગ બનનાર પશુ પાલકે પશુ ડોકટર સહિતની ટીમને જાણ કરતા મૃત પશુઓનું પીએમ કરાયું access_time 11:02 pm IST

  • આજે પણ હવામાનમાં પલ્ટો : આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે, હવામાનમાં પલ્ટો આવશે : હવામાન ખાતું access_time 11:38 am IST