Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલીયા ની બનશે રીમેક

મુંબઈ:   બચ્ચન ફરી રૂપેરી પડદે શહેનશાહ ની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. શાહનશાહના નિર્દેશક ટીનુ આનંદ તેને ફરીથી બનાવવાની વિચારણા કરી રહ્યા છે અને ફિલ્મના નિર્માતા આનંદ અને મલ્હોત્રા પણ હોઈ શકે છે.દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે અમિતાભની ફિલ્મનું રિમેક બનાવવામાં આવી રહ્યું છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલીયા 1981 માં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મ કાલિયામાં અમિતાભ બચ્ચન સાથે પરવીન બોબી, અમજદ ખાન અને પ્રાણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.ફિલ્મના ડિરેક્ટર ટીનુ આનંદે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મની રિમેક પણ બનાવવામાં આવશે. ટીનુએ કહ્યું - ઘણાં ફિલ્મ દિગ્દર્શકોએ મને કહ્યું હતું કે મારે કાલિયાની રિમેક કરવી જોઈએ. પરંતુ મને ખાતરી નથી કે હું ફિલ્મની રિમેક બનાવીશ કે ફિલ્મના હક કોઈ બીજાને આપીશ. ઘણા દિગ્દર્શકો ફિલ્મ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. ટીનુએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસ સમાપ્ત થતાં તે ફિલ્મ સાથે સંબંધિત કામમાં વ્યસ્ત થઈ જશે.

(5:14 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં વધારો : પારો ૩૭.૬ ડિગ્રીએ પહોંચી ગયો : શહેરમાં દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે : આજે સાંજ સુધીમાં પારો ૩૮II થી ૩૯ ડિગ્રીએ પહોંચી જવાની સંભાવનાઃ આકરા તાપ સાથે ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:17 pm IST

  • રાજકોટ શહેર જિલ્લામાંથી લેવાયેલ કોરોના શંકાસ્પદોના ૨૦ સેમ્પલો પૈકી ૧૯ના નેગેટીવ રીપોર્ટઃ એક રીઝલ્ટ પેન્ડીંગઃ ૨૦ પૈકી રાજકોટ સીટીમાંથી ૯ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૮ નેગેટીવ છેઃ એકનુ રીઝલ્ટ પેન્ડીંગ છે access_time 5:19 pm IST

  • ભારતની અનેક કંપનીઓએ માર્ચ મહિનાનો પગાર વહેલો જમા કરી દીધો : ટીસીએસ ,ઇન્ડિયા બુલ્સ ,મૈરિકો ,કેશ એન્ડ કેરી ,એસબીઆઈ જનરલ ,સહિતની કંપનીઓએ પગાર ચૂકવી દેતા કર્મચારીઓને રાહત access_time 1:12 pm IST