Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મને મારી કુશળતા પર ભરોસો છેઃ હુમા

હુમા કુરેશીએ બોલીવૂડમાં પોતાના દમ પર નામના મેળવી છે. ૨૦૧૨માં ગેંગ ઓફ વાસેપૂરમાં મોહસીનાથી સફર કરનારી હુમાએ છેલ્લે મહારાનીની બે સીઝનથી એ સાબિત કર્યુ હતું કે દમદાર અભિનેત્રી છે. મોનીકા ઓ માય ડાર્લિંગનો તેનો અભિનય પણ શાનદાર હતો. હુમા કહે છે તમારામાં આંતરિક પરિવર્તન આવે ત્‍યારે તેનું પ્રતિબીંબ તમારા જીવન પર પડયા વગર રહેતું નથી.  આજે મારામાં આત્‍યવિશ્વાસ છલકાઇ રહ્યો છે અને તેની પોઝિટિવ અસર મને મળતી ઓફરોમાં અને મારા કામમાં સ્‍પષ્‍ટપણે દેખાય છે. એક સમય હતો જ્‍યારે મને ગણીગાંઠી ફિલ્‍મો સિવાય મારી ક્ષમતા અનુસારની કોઇ ઓફર મળતી નહોતી. ઘણીવાર તો ભયને કારણે પુરતી તૈયારીના અભાવે સ્‍ક્રિપ્‍ટ ઠુકરાવી દીધી હતી. હવે મને કોઇ ભય નથી. મને મારી શક્‍તિ અને કુશળતા પર ભરોસો છે. હુમા હવે તરલા અને પૂજા મેરી જાનમાં જોવા મળશે.

(11:54 am IST)