Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જોરદાર એક્‍શન કરશે અનિલ અને આદિત્‍ય

અનિલ કપૂર વધુ એક વખત વેબ શોમાં જોવા મળશે. સાંઇઠની ઉપર ઉમર હોવા છતાં તે યુવાનોને શરમાવે તેવો જુસ્‍સો ધરાવે છે. આ વખતે તે ધ નાઇટ મેનેજરમાં જબરદસ્‍ત એક્‍શન કરવાનો છે. દુનિયાના સોૈથી ખતરનાક હથીયારના સોૈદાગરને રોકવાનું કામ તે કરશે. તેની સાથે આદિત્‍ય રોય કપૂર મુખ્‍ય ભુમિકામાં છે. એક પોસ્‍ટર સોશિયલ મિડીયા પર રિલીઝ કરવામાં આવ્‍યું છે જેમાં અનિલ અને આદિત્‍ય એકબીજાને ખુન્‍નસથી જોઇ રહ્યા હોય તેવું દેખાય છે. બંનેના પાત્ર એકદમ ગંભીર છે. અગાઉ મલંગ ફિલ્‍મમાં પણ આ બંને અભિનેતા સાથે કામ કરી ચુક્‍ય છે. ધ નાઇટ મેનેજરનું પોસ્‍ટર જોયા બાદ ચાહકો સતત અનિલની પ્રસંશા કરી રહ્યા છે. આ શો ડિઝની હોટસ્‍ટાર પર ૧૭મી ફેબ્રુઆરીએ આવશે. અનિલ આગામી સમયમાં રિતીક રોશન અને દિપકા પાદુકાણ સાથે સિધ્‍ધાર્થ આનંદની ફાઇટરમાં પણ દેખાશે. આ ઉપરાંત રણબીર સાથે એનિમલ પણ તે કરી રહ્યો છે.

(11:53 am IST)