Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ભારતીય ડિફેન્સના વધુ એક યોદ્ધા પર બનશે બાયોપિક: લશ્કરના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન નામનો થયો ખુલાસો

મુંબઇ:  મહાનગર મુંબઇ પર 2008ના નવેંબરમાં દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય લશ્કરના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન વિશે બાયો-ફિલ્મ બનાવવાની યોજના હોવાનંલ જાણવા મળ્યું હતું.ભારતીય લશ્કરના નેશનલ સિક્યોરિટી ગાર્ડઝ્ના સ્પેશિયલ એક્શન ગુ્રપ સાથે સંદીપ જોડાયેલા હતા. મુંબઇની જગપ્રસિદ્ધ તાજમહાલ હૉટલમાં સપડાયેલા લોકોને ઊગારવા માટે જે કમાન્ડો ટીમ કામ કરી રહી હતી એના વડા તરીકે સંદીપ કામ કરતા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સંદીપને ગંભીર ઇજાઓ થઇ હતી જેના પગલે એ શહીદ થયા હતા.  2009માં સંદીપને શાંતિ કાળમાં અપાતા સર્વોચ્ચ એવોર્ડ અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા. હવે સોની પિક્ચર્સે આ ઘટના પરથી બાયો-ફિલ્મ બનાવવા બે ટાઇટલ તાજેતરમાં રજિસ્ટર કરાવ્યા હતા. એક ટાઇટલ મેજર છે અને બીજું ટાઇટલ મેજર સંદીપ છે.સોનીના પ્રવક્તાએ કહ્યું કે અમે સંદીપ ઉન્નીકૃષ્ણનના પરિવારના સંપર્કમાં છીએ. એકવાર અમને એમની જીવનકથાના રાઇટ્સ મળી જાય ત્યારબાદ બાકીની વિગતો અમે જાહેર કરીશું. આથી વધુ હાલ અમે કશું કહેવાની સ્થિતિમાં નથી. મેજર સંદીપના કાર્ય સાથે એક કરતાં વધુ લેયર્સ (સપાટી) સંકળાયેલી છે. અન્યોને બચાવવાજતાં એમણે જાન ગુમાવ્યો હતો.

(5:20 pm IST)