Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અપારશકિત ખુરાના એબીસીડી-૩ સાથે જોડાઇને ખુશખુશાલ

વરૂણ ધવન આગામી ફિલ્મ એબીસીડી-૩ને કારણે ચર્ચામાં છે. બીજા ભાગની જેમ ત્રીજા ભાગમાં પણ વરૂણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાંથી કેટરીના હટી જતાં તેની જગ્યાએ શ્રધ્ધા કપૂરને ફરીથી લેવામાં આવી છે. હવે આ ફિલ્મ સાથે ટીવી ફિલ્મોના કલાકાર અપારશકિત ખુરાના પણ જોડાઇ ગયો છે. અપારશકિતએ છેલ્લે રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂર સાથે સ્ત્રી ફિલ્મમાં કામ કર્યુ હતું. અપારશકિતએ કહ્યું હતું કે હું એબીસીડી-૩ સાથે જોડાઇને અત્યંત ખુશ છું. ભુષણ કુમાર અને રેમો ડિસુઝા સાથે કામ કરવા ઉત્સાહિત છું. અપારશકિત આ ફિલ્મમાં એવા રોલમાં છે જે દર્શકો માટે સરપ્રાઇઝ સાબિત થઇ શકે છે. એબીસીડીનો પહેલો ભાગ ૨૦૧૩માં અને બીજો ૨૦૧૫માં આવ્યો હતો. બંને ભાગ હિટ રહ્યા હતાં. હવે ત્રીજા ભાગને કારણે વરૂણ સહિતના કલાકારો ઉત્સાહિત છે.

(10:00 am IST)