Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ફરી એકવાર ઋત્વિક રોશનની હિરોઈન બનશે કેટરીના કૈફ

મુંબઈ:થોડા સમય પહેલા નિર્માતા રાકેશ રોશને ઋત્વિકના જન્મદિવસ પર ક્રિશ ફિલ્મના ચોથી આવૃતિની ઘોષણા કરી હતી. ત્યારથી ફિલ્મની અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી છેપ્રિયંકા ચોપરા હોલીવૂડમાં વ્યસ્ત હોવાથી તેે તો ફિલ્મનો હિસ્સો નહી બને સ્પષ્ટ હતું. આથી હવે કેટરિના કૈફનું નામ ચર્ચાઇ રહ્યું છે. કેટરિના હાલ શાહરૃખ ખાનની 'ઝિરો' અને આમિર ખાન સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મો બાદ તે ક્રિશ-ફોરનું શૂટિંગ કરશે તો ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબરા' અને 'બેંગ બેંગ'ની જોડી ફરી રૃપેરી પડદે જોવા મળશે.

(5:04 pm IST)