Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પિતા સાથે કામ કરવાને લઈને ઉત્સાહી છે સોનમ કપૂર

મુંબઇ:અભિનેત્રી સોનમ કપૂરે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મમાં મારા પિતા અને સિનિયર અભિનેતા અનિલ કપૂર સાથે મને કામ કરવા મળશે એ વાતે હું ખૂબ ઉત્તેજિત છું. યોગાનુયોગે અનિલ કપૂરની જ એક હિટ ફિલ્મ ૧૯૪૨ઃ અ લવ સ્ટોરીના હિટ ગીત એક લડકી કો દેખા તો ઐસા લગા પરથી આ ફિલ્મનું ટાઇટલ પણ એક લડકી કો દેખા તો ઐસા લગા રાખવામાં આવ્યું છે. ટોચના ફિલ્મ સર્જક વિધુ  વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરા આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં છે. સોનમે ઇન્સ્ટાગ્રામ પર પિતાની સાથે એક ફોટોગ્રાફ શૅર કરતાં લખ્યું કે મને બોલિવૂડમાં દસ વર્ષ વીતી ગયાં.  આ ફિલ્મ દ્વારા હું પહેલી વાર મારા પિતા સાથે ચમકવાની છું. આ મારા માટે પહેલી તક છે અને એટલા માટે હું ખૂબ ઉત્તેજિત છું. ફિલ્મ ક્યારે ફ્લોર પર જાય છે એની મને તાલાવેલી લાગી છે.

(5:03 pm IST)