Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પપ્પાના સન્માન સમારંભમાં ઈમોશનલ થઈ દીપિકા

દિલ્હીમાં બેડ્મિન્ટન અસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણને તેમણે આ રમતને આપેલા યોગદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. પપ્પાને મળેલા સન્માનને જોઈને આ કાર્યક્રમમાં હાજર દીપિકા પાદુકોણની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. પ્રકાશ પાદુકોણ ૧૯૮૦માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યા હતા. ત્યારબાદ તેમણે બેડ્મિન્ટનના કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. પ્રકાશ પાદુકોણના આ સન્માન સમારંભમાં પરિવારના સભ્યો, મહિલા બેડ્મિન્ટન ખેલાડી પી.વી.સિંધુ તેમ જ અસોસિએશનના હોદ્દેદારો વચ્ચે પ્રકાશ પાદુકોણ અને દીપિકા.

(4:14 pm IST)