Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમેરિકન રેકોર્ડ પ્રોડ્યુસર કિવન્સી જોન્સ સાથે પ્રિયંકાની ફેન-મોમેન્ટ

પ્રિયંકા ચોપડાની હાલમાં જ ન્યુયોર્કમાં ફેન-મોમેન્ટ થઇ હતી. શાહરૂખ ખાન હાલમાં સ્વિટઝરલેન્ડમાં દાવોસ ગયો હતો ત્યારે તે કેટ બ્લેનચેટ અને એલ્ટન જોનને મળ્યો હતો ત્યારે એ તેની ફેનમોમેન્ટ હતી. લોકો બોલીવુડની સેલિબ્રિટીઝના દીવાના છે, ત્યારે તેઓ હોલીવુડની સેલિબ્રિટીઝના દીવાના છે. પ્રિયંકાએ હાલમાં ન્યુયોર્કમાં યોજાયેલી પ્રી-ગ્રેમ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અમેરિકન રેકોર્ડ પ્રોડ્યુસર કિવન્સી જોન્સે પણ હાજરી આપી હતી. તેમની સાથેનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો.

(4:12 pm IST)