Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

હેટસ્ટોરી-૪માં ઉર્વશી સાથે થશે ઇહાનાની ટક્કર

બોલીવૂડની આવનારી ફિલ્મોમાં થ્રિલર-હોટ ફિલ્મ હેટસ્ટોરી-૪ પણ સામેલ છે. ઉર્વશી રૌતેલા આ ફિલ્મમાં કરણ વાહી સાથે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થઇ ગયા છે. હેટ સ્ટોરી સિરીઝની આ ચોથી ફિલ્મ છે. અગાઉની ત્રણેય ફિલ્મો બોકસ ઓફિસ પર હિટ રહી હતી અને દર્શકોએ પસંદ કરી હતી. આ કારણે જ નિર્માતાઓએ ચોથો ભાગ બનાવ્યો છે. ઉર્વશીએ પહેલા તો આ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. ફિલ્મમાં જે હિરોઇન કામ કરે તેને ભરપુર અંગ પ્રદર્શન કરવાનું હોય છે એવુ કારણ તેણે આગળ ધર્યુ હતું. પરંતુ પાછળથી આ ફિલ્મમાં કામ કરવાનું સ્વીકાર્યુ હતું. નિર્દેશક વિશાલ પંડ્યાની આ ફિલ્મ અગાઉની ત્રણ ફિલ્મો કરતાં વધુ હોટ અને રહસ્ય પેદા કરનારી હશે. અગાઉની ફિલ્મોમાં પાઉલી ડેમ, સુરવીન ચાવલા, ઝરીન ખાન તથા ડેઇઝી શાહે ભૂમિકા નિભાવી હતી. પંજાબી અભિનેત્રી ઇહાના ઢીલ્લોન પણ હેટસ્ટોરી-૪માં હશે. તે ઉર્વશીને ટક્કર આપે તેમ છે.

(9:54 am IST)