Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રણબીરસિંહની સિમ્બાનું બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ :પહેલા દિવસે કરી જબરજસ્ત કમાણી

ફિલ્મ વિવેચકોને ગમી : દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો

 

મુંબઈ : અભિનેતા રણવીરસિંહની સિમ્બાને જબરજસ્ત ઓપનિંગ મળ્યું છે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જબરી કમાણી કરી છે  ડિરેક્ટર રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ આત્મવિશ્વાસથી બનાવે છે જેના કારણે દર્શક પણ ફિલ્મ પસંદ કરે છે. 2018માં અનેક બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થઈ છે પણ સિમ્બા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ વિવેચકો તેમજ દર્શકોને એમ બંનેને ગમી છે.

    સિમ્બાને પહેલા દિવસે બોક્સઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તે પહેલા દિવસે 22 કરોડ કમાઈ ગઈ છે. જો ફિલ્મ આટલી જબરદસ્ત કમાણી કરશે તો ત્રણ-ચાર દિવસમાં બજેટ જેટલી કમાણી કરી લેશે. ફિલ્મ લગભગ 90 કરોડના ખર્ચે બની છે. સિમ્બા તેલુગુ હિટ ટેમ્પરની ઓફિશિયલ રિમેક છે જેમાં રણવીર સિંહ અનૈતિક પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવનો રોલ ભજવે છે. તે જેને નાની બહેન માનતો હોય છે તે 19 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ પર રેપ થતા તેનું જીવન બદલાઈ જાય છે.

   રણવીર સિંહને આ વર્ષ ખરેખર ફળ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં રીલીઝ થયેલી પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલજીના પાત્ર માટે તેને ઘણી સરાહના મળી હતી. વર્ષના છેલ્લા મહિનામાં તેની સિમ્બાને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 'સિમ્બા'માં પોતાની એક્ટિંગથી સારા અલી ખાને બધાને પ્રભાવિત કર્યા છે. આ સંજોગોમાં કહી શકાય કે સૈફ અને અમૃતાની દીકરી 2018ની સૌથી મોટી શોધ છે. 

(12:37 am IST)