Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મિથુન ચક્રવર્તીની તબિયત લથડી : સારવાર માટે અમેરિકા લઇ જવાયા

મુંબઈ:બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીથી જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી રહી છે. જોકે, મિથુનને અમેરિકાના લોસ એંજેલિસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ, મિથુન ચક્રવર્તીને પીઠથી જોડાયેલી એક સમસ્યાના કારણે તેમને લોસ એંજેલિસ લઇ જવામાં આવ્યા હતા. આ સમયે તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.ગત દિવસે આ ખબર સામે આવી હતી કે અભિનેતા કાદરખાનની તબિયત ખૂબ ખરાબ છે અને તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે અને હવે મિથુન ચક્રવર્તીને લઇને ખબર આવી રહી છે કે લૉસ એંજેલિસની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર મિથુન ઘણા દિવસથી પીઠના દુખાવા અને અન્ય સમસ્યાઓથી પીડાય રહ્યા હતા. સમસ્યા વધવાથી તેમનો પરિવાર તેમને લૉસ એંજલિસ લઇ જવાનો નિર્ણય લીધો હતો. કેટલાક ટેસ્ટ કર્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મિથુનની સાથે પુત્ર તેમનું ધ્યાન રાખી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમના પીઠના દુખાવામાં ખૂબ રાહત છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં આવેલી ફિલ્મ લકીમાં મિથુનને એક એક્શન સીન કરવાનો હતો અને આ દરમ્યાન તેમને પીઠમાં ઇજા થઇ હતી. તે બાદ તેમને પીઠનો દુખાવો સતત થયા કરતો હતો. વર્ષ 2016માં તેમને આ સમસ્યાનો ઇલાજ પણ કરાવ્યો હતો. પરંતુ તે સમસ્યા ફરીથી થઇ, જેના કારણે લૉસ એંજલિસમાં ઇલાજ કરાવી રહ્યા છે.

 

 

(5:28 pm IST)