Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મેં એ પડકાર ઝીલી લીધો હતોઃ રીયા દિપ્સી

ટીવી શો 'તેરે બિના જિયા જાયે ના'નું ઘણું શુટીંગ ઉદયપુરમાં કરવામાં આવ્યુ છે. આ શોમાં રિયા દીપ્સી ૫ણ મહત્વના પાત્રમાં છે. તેણે આ પાત્ર માટે ભરપુર મહેનત કરી છે. એક દ્રશ્યમાં તેને બૂલેટ ચલાવવાનું હતું. પણ તેને એ આવડતું નહોતું. બે કલાકમાં જ બૂલેટ ચલાવતાં શીખી લીધું હતું. તેની આ ધગશને જોઇ બધાએ તેના વખાણ કર્યા હતાં. આ શોની કહાની ક્રિષ્ણા ચતુર્વેદીની આસપાસ ફરે છે. આ શોમાં એક રહસ્યમય મહિલાનાં કેટલાંક દૃશ્ય રજૂ કરવામાં આવ્યાં છે. જે રિયા દીપ્સીએ ભજવ્યા છે. તેના પાત્રને ધીમે-ધીમે લોકો સમક્ષ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે. રિયાએ કહ્યું હતું કે મને ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક ચોક્કસ દૃશ્ય માટે તારે બૂલેટ ચલાવવું પડશે. એ માટે હું ખૂબ આતુર હતી. ત્યારે અમે ઉદયપુરમાં શુટીંગ કરી રહ્યાં હતાં. મેં કોઇ દિવસ બાઇક ચલાવ્યું નહોતું. પણ મેં પડકાર ઝીલી લીધો હતો અને બે કલાકમાં જ વજનદાર બૂલેટ ચલાવતાં શીખી ગઇ હતી. ઉદયપુરના રસ્તા પર બૂલેટ ચલાવ્યું હતું.

(9:55 am IST)