Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રોમાન્સ સાથે કુદરતી સોદર્યના અદ્દભુત દ્રશ્યો જોવા મળશે તડપમાં

એકશન રોમાન્ટીક ફિલ્મ તડપ રિલીઝ થવાની તૈયારીમાં છે. અહાન શેટ્ટી અને તારા સુતરિયા અભિનીત સાજીદ નડિયાદવાલાની આ ફિલ્મ મિલન લુથરીયાએ નિર્દેશીત કરી છે. મિલને કહ્યું હતું કે આ ફિલ્મ માટે લોકેશનની શોધ કરવી એ અમારા માટે સરળ નહોતું. અમારે એવાં સ્થાનની જરૂર હતી કે જ્યાં ભારે એકશન, રોમાન્સનું શુટીંગ થઇ શકે અને સાથે જ કદી ન જોઇ ન હોય તેવી જગ્યા હોય. અમારા રાઇટર રજત અરોરાએ મસૂરીમાં બાળપણમાં ઉનાળો પસાર કર્યો હતો. એથી અમે એ જોવા ગયા. હું ચોકી ગયો હતો. મેં આખા ભારતમાં અનેક ઠેકાણે શુટીંગ કર્યું છે પરંતુ પહાડોની આ સુંદરતાથી હું મોહિત થયો હતો. ખૂબ જ સરળતાથી બધું મળી જતું, ૬ હજાર ફીટ કરતાં પણ વધુ ઊંચાઈ અને કુદરતી સુંદરતાનો ભંડાર છે. શૂટિંગ વખતે ઘણીવાર તાપમાન ઝીરોથી નીચે આવી જતું હતું. એવા સમયે પણ કલાકારો અને સમગ્ર ટીમે સખ્ત મહેનત કરી હતી. 'તડપ'માં ફ્રેશનેસ લાવવા માટે અદ્દભુત દૃશ્યો, કુદરતી સૌંદર્ય અને આકાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(9:55 am IST)