Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ધર્મેન્દ્ર અને હેમામાલિની હવે નાના-નાની બની ગયા

સ્ટાર કલાકારની પુત્રીએ ટ્વિન્સને જન્મ આપ્યો : અહાના દેઓલ, તેના પતિ વૈભવ વોહરાએ બાળકીઓનું નામ અસ્ટ્રેયા અને એડિયા રાખ્યું: પરિવારમાં આનંદોત્સવ

મુંબઇ, તા. ૨૯ : હેમા માલિની અને ધર્મેન્દ્ર ફરી એકવાર નાના-નાની બન્યા છે. તેમની નાની દીકરી અહાના દેઓલ મા બની છે. આહનાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે.  આહનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. અહાના દેઓલ અને તેના પતિ વૈભવ વોહરાએ બાળકીઓનું નામ અસ્ટ્રેયા અને એડિયા રાખ્યું છે. અહાના હાલ હોસ્પિટલમાં છે.

અહાનાએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરતાં લખ્યું કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, અમારે ત્યાં બે દીકરીઓ અસ્ટ્રેયા અને એડિયાનો જન્મ થયો છે. જન્મ ૨૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થયો. સાથે જ અહાનાએ જણાવ્યું કે, ઘરના સભ્યો કેવું ફીલ કરી રહ્યાં છે. પેરેન્ટ્સ વૈભવ અને અહાના પ્રાઉડ ફીલ કરી રહ્યાં છે. જ્યારે ભાઇ ડેરિઅન વોહરા ઉત્સુક છે. ઉપરાંત ગ્રાન્ડપેરેન્ટ્સ ધર્મેન્દ્ર અને હેમા માલિની પણ ખૂબ ખુશ છે.

અહાના દેઓલે ૨ ફેબ્રુઆરી, ૨૦૧૪માં બિઝનેસમેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. જેના બીજા જ વર્ષે એટલે કે ૨૦૧૫માં અહાના તથા વૈભવ દીકરા ડેરિયનના પેરેન્ટ્સ બન્યાં હતાં.

અહાના બોલિવૂડમાં સક્રિય નથી. તે પોતાની માતાની જેમ એક ક્લાસિકલ ડાન્સર છે. ઉપરાંત અહાનાએ ૨૦૧૦માં રિલીઝ થયેલી રીતિક-ઐશ્વર્યાની ફિલ્મ 'ગુઝારિશ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી હતી. આ સિવાય અહાનાએ એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી.

ધર્મેન્દ્ર તથા હેમાને બે દીકરીઓ છે. મોટી દીકરી એશા દેઓલ તથા નાની દીકરી અહાના. એશા દેઓલે ૨૦૧૨માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યાં હતાં. એશાએ ૨૦૧૭માં દીકરી રાધ્યા તથા ૨૦૧૯માં દીકરી મિરાયાને જન્મ આપ્યો હતો.

(9:42 pm IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • જય જવાન જય કિશાન : ગઈકાલથી "ચૌધરીવ્યૂ" દ્વારા આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબવાયરલ થયો છે. આ માટે ફોટોગ્રાફરો કેટલું જોખમ લે છે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલ ખેડૂત આંદોલન દરમિયાન ગઈકાલે જ્યારે દિલ્હીની સિંઘુ સરહદની આજુબાજુથી પથ્થરો ફેંકાંઈ રહયા હતા, ત્યારે ફોટોગ્રાફર મિત્રો આ એક અનોખા ફોટો માટે આડશ સાથે કામ કરી રહ્યા હતા access_time 10:31 am IST