Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

વનરાજ શાહે અનુપમાને ઘર છોડીને જતા રહેવાનું કહ્યું

સમરને ખબર પડતાં દાદા-દાદીને વાત કરી : અનુપમા સીરિયલમાં આગામી અઠવાડિયે ખૂબ ડ્રામા જોવા મળશે. શું વનરાજ શાહ ઘર છોડીને જતો રહેશે?

 મુંબઈ, તા. ૨૯ : રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સીરિયલ 'અનુપમા' દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ્ઇઁ ચાર્ટમાં પણ પ્રોડ્યુસર રાજન શાહીની આ સીરિયલ ટોપ પર રહે છે. સીરિયલમાં વનરાજ શાહનો લગ્નેત્તર સંબંધ ઉઘાડો પડી ગયો છે ત્યારે તેણે સ્થિતિ કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે.

શોનો એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વનરાજ અનુપમાને ઘરના એક ખૂણામાં લઈ જઈને ધમકાવે છે. વનરાજ અનુપમાને કહે છે કે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી રહ્યો ત્યારે તે આ ઘર છોડીને જતી રહે. ગુસ્સામાં વનરાજ અનુપમાને 'ગેટ આઉટ' કહી દે છે. તેમની આ વાતચીત સમર સાંભળી જાય છે.

સમર આ વાત દાદાને કહેવા માટે દોડે છે. સમર પરિવારના સભ્યો સામે જઈને અનુપમા અને વનરાજ વચ્ચેનો સંવાદ કહી દે છે. આ સાંભળીને વનરાજના પિતા પુત્રવધૂ અનુપમાની તરફેણ કરે છે. તેઓ વનરાજને કહે છે કે, તને આ ઘરનું ખૂબ ઘમંડ છે ને? તો ઘર છોડી દે! આટલું કહીને તેઓ નેમપ્લેટ કાઢીને વનરાજના હાથમાં પકડાવી દે છે. શું વનરાજ આ ઘર છોડીને જશે? આ પ્રોમો પરથી નિશ્ચિત છે કે, આગામી એપિસોડમાં ખૂબ ડ્રામા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ મદલાસા શર્મા સીરિયલમાં વનરાજ શાહની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળે છે. સીરિયલમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે ઉપરાંત અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, શેખર શુક્લા, પારસ કાલાંવત, મુસ્કાન, તસ્મીન શેખ, આશિષ મલ્હોત્રા, નિધિ શાહ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

હાલમાં જ અલ્પના બુચે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની વાતચીતમાં સાથી કલાકારો સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સેટ પર બધા એકબીજાને ખૂબ પસંદ કરે છે અને તેઓ અસલમાં પણ પરિવાર જેવા જ છે. 'અનુપમા' અને 'વનરાજ' વિશે વાત કરતાં અલ્પનાએ કહ્યું- 'રૂપાલી (અનુપમા) અને સુધાંશુ (વનરાજ) બંને મને ખૂબ વહાલા છે. અમે એકબીજા માટે ખૂબ લાગણી ધરાવીએ છીએ, ખાસ કરીને લોકડાઉન પછીથી. અમને સેટ પર જરાપણ એવું નથી લાગતું કે અમે અમારા અસલી પરિવારથી દૂર છીએ. અમે અમારું ભોજન, ગોસિપ, સમસ્યાઓ અને બીજું ઘણું એકબીજા સાથે વહેંચીએ છીએ. અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ ત્યારે રૂપાલી મારી અસલ વહુ જેવી બની ગઈ છે. હું તેને વિવિધ બાબતોની સમજણ આપું છું અને તેનું ધ્યાન રાખું છું. સુધાંશુ સારો વ્યક્તિ અને એક્ટર છે.' મહત્વનું છે કે, ટૂંક સમયમાં જ 'અનુપમા'એ લોકપ્રિયતાના શિખર સર કર્યા છે. આ શોને ખૂબ સારી ્ઇઁ મળી રહી છે અને હંમેશા તે ટોપ ૫માં રહે છે. આ સીરિયલ બંગાળી શો 'શ્રીમોયી'ની રિમેક છે.

(7:37 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST

  • ભડકાઉ ભાષણ દેવા બદલ અક્બરુદીન ઓવેસી અને તેલંગણા ભાજપ અધ્યક્ષ બાંદી સંજય વિરુદ્ધ કોર્ટ કેસ : હુસેન સાગર તળાવના કાંઠે મુકાયેલી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ,તથા એન.ટી.રામરાવની સમાધિ હટાવી દેવાની ચીમકી મુદ્દે બબાલ : હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પ્રચારમાં સામસામા ભડકાઉ નિવેદનો કર્યા access_time 6:08 pm IST