Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ડ્રગ્સ કેસ : ભારતીને કપિલ શર્મામાંથી કાઢી મુકાઈ?

કોમેડિયન કિકૂ શારદાએ ખુલાસો કર્યો : અમે ગઈકાલે શૂટિંગ કર્યું હતું ત્યારે ભારતી સિંહ સેટ પર હાજર નહોતી : ચેનલ ભારતીસિંહને કાઢવા માટે દ્રઢ છે

અમદાવાદ, તા. ૬ : ગત અઠવાડિયે એનસીબીએ ડ્રગ્સ રાખવા અને સેવન કરવાના આરોપમાં ભારતી સિંહ અને તેના પતિની ધરપકડ કરી હતી. હાલ બંને જામીન પર મુક્ત છે.

મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે, 'ધ કપિલ શર્મા શો' પ્રસારિત કરતી ચેનલે કોમેડિયન ભારતી સિંહને શોમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. કપિલ શર્મા આ નિર્ણય સાથે સહમત નથી પરંતુ ચેનલ ભારતીને કાઢવા માટે દ્રઢ છે. ભારતીને શોમાંથી કાઢી મૂકવાની ચર્ચા મામલે હકીકત જાણવા બીટીએ એક્ટર અને કોમેડિયન કિકૂ શારદા સાથે વાતચીત કરી હતી. કિકૂ શારદા 'ધ કપિલ શર્મા શો'નો અગત્યનો ભાગ છે. ત્યારે કિકૂએ કહ્યું, *અમે ગઈકાલે શૂટિંગ કર્યું હતું ત્યારે ભારતી સેટ પર હાજર નહોતી. જો કે, આ બાબત સામાન્ય છે કારણકે તે અમારી સાથે દરેક એપિસોડમાં નથી હોતી. સાચું કહું તો મેં એવી કોઈ ચર્ચા નથી સાંભળી કે ભારતી હવે અમારા શોનો ભાગ નહીં રહે. ભારતી માત્ર ગઈકાલે જ શૂટિંગ પર હાજર નહોતી આનાથી વિશેષ કશું નથી.* ઉલ્લેખનીય છે કે, કિકૂ શારદા 'ધ કપિલ શર્મા શો'માં બચ્ચા યાદવનું પાત્ર ભજવે છે અને ભારતી તેની પત્નીના રોલમાં જોવા મળે છે. આ ઉપરાંત ભારતી આ જ શોમાં 'બુઆ'નું કેરેક્ટર પણ પ્લે કરે છે.

જણાવી દઈએ કે, ભારતી સિંહ અને તેના રાઈટર-એક્ટર પતિ હર્ષ લિંબાચિયાની ૨૨ નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘર તેમજ ઓફિસ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (દ્ગઝ્રમ્)એ દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને ૮૬.૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે બાદ તેમની પૂછપરછ થઈ હતી અને તેમણે ગાંજાનું સેવન કર્યાની કબૂલાત કરી હતી. ડ્રગ્સ રાખવા અને તેનો ઉપયોગ કરવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કપલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ભારતી અને હર્ષને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જો કે, એક રાત જેલમાં વિતાવ્યા પછી ૨૩ નવેમ્બરે ભારતી અને હર્ષ જામીન પર મુક્ત થયા હતા. મુંબઈની સ્પેશિયલ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સ) કોર્ટે ૧૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા હતા. જામીન પર મુક્ત થયા પછી તરત જ ભારતીએ કામ શરૂ કર્યું હતું. ભારતીએ કૃષ્ણા અભિષેક સાથેના શોનું શૂટિંગ કર્યું હતું. ભારતીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સેટ પરથી તસવીર પણ પોસ્ટ કરી હતી.

(7:36 pm IST)
  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST

  • ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગનું છમકલું : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફ્રેન્ચ દૂતાવાસમાં આગ લાગવાની ઘટના બંધ છે સ્થાનિક ચેનલના કહેવા મુજબ આગને તુરત જ ઠારી દેવામાં આવી હતી અને આગ કાબૂમાં આવી ગઈ છે. access_time 10:28 am IST

  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST