Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કોરોનાના કારણે વેબ-સીરીઝ અપહરણ -2 નું શુટિંગ સ્થગિત

કાર્તિક પૂર્ણિમા સ્નાનને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી : વેબ સીરીઝ અપહરણ- ટુ નું શૂટિંગ કોરોના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. વેબ સીરીઝ અપહરણ ના ડિરેક્ટર સિદ્ધાર્થ સેન ગુપ્તાએ આ માહિતી આપી હતી

 તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ શૂટિંગ થવાનું હતું. આ માટે સરકાર અને સ્થાનિક વહીવટની પરવાનગી લેવામાં આવી હતી. શૂટિંગ ઋષિકેશના ત્રિવેણી ઘાટ અને આસપાસના વિસ્તારોમાં થવાની હતી. દશેરા મેળો અને રાવણ દહનનું શૂટિંગ ત્રિવેણી ઘાટ પર થવાનું હતું. શનિવારે સાંજે કેટલાક દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. 30 નવેમ્બરના રોજ કાર્તિક પૂર્ણિમા સ્નાનને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પ્રશાસને શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે અપહરણ વેબ સિરીઝ વર્ષ 2018 માં રજૂ કરવામાં આવી હતી.

(6:50 pm IST)