Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ખોડિયાર માતાજીનુ ગીત પ લાખ લોકોએ યુ-ટયુબમાં નિહાળ્યુ

રાજકોટ તા.૨૯: રાજકોટના સ્ટુડિયો શોપ અને રસીક ખખ્ખર તેમજ ભાવિન ખખ્ખર પ્રસ્તુત આઇશ્રી ખોડીયાર માતાજીનુ જગની ખ્યાત અને સુપ્રસિધ્ધ ગીત ગરબો ''કોઇ તાતણીયા ધરાથી તેડાવો મારી બેનુ રે ''ખોડીયાર રમવા આવે છે જે રીધક ગીત યુટયુબ પર વાયરલ થયું છે અને આજ સુધીમાં પાંચ લાખ થી પણ માતાજીના ભાવિકો એ યુટયુબ પર નીહાળયુ છે.

યુટયુબ પર સ્ટુડીયોશીવ ''ખોડિયાર રમવાને આવે''  એશ્વર્યા મજમુદાર ના કંઠમાં સાંભળવા જેવુ આ ગીત છે તેમ હીતેશ રાચ્છની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)