Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રૂ. ૭ કરોડ મેળવવા કોઇ નસીબદાર ન બન્યું

સોની ટીવીના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'નો આજે રાત્રે અંતિમ શો

ખંભાળીયા, તા. ર૯ : સમગ્ર ભારતમાં ખૂબજ લોકપ્રિય થયેલ કૌન બનેગા કરોડપતિ કે.બી.સી., જેના હોસ તરીકે અમિતાભ બચ્ચન  છે તે કાર્યક્રમનો ૧૧મો હપ્તો આજે પૂર્ણ થશે.

ત્રણ જુલાઇ બે હજારથી કે.બી.સી. શરૂ થઇ હતી જેમાં પહેલા એક કરોડનું ઇનામ છેલ્લા પ્રશ્નનું રાખવામાં આવેલુ જે પંદરમો પ્રશ્ન રહેતો હતો જે પછી વધીને છેલ્લે સાત કરોડ સુધી પહોંચ્યું હતું, પણ ત્યાં સુધી અગિયારમાં સેસનમાં કોઇ પહોંચ્યું નહીં !!

જ્ઞાનથી કરોડો લાખો પ્રાપ્ત કરાવાતા આ કાર્યક્રમમાં શરૂઆતથી જ અમિતાભ બચ્ચન સંચાલન કરે છે તથા ઉમેદવારને ચાર લાઇફ લાઇનની મદદથી પ્રશ્નોનો હલ કરવાનો હોય છે તથા શુક્રવારે કર્મવીરમાં ખાસ કાર્યક્રમમાં ભારતમાં વિવિધ ક્ષેત્રે સેવારત વિશેષ વ્યકિતઓને બતાવાય છે તે ખૂબ સરસ રહેવું .

રમવા માટે હોટસીટ સુધીના પહોંચી શકનારા માટે ઘેરબેઠા સોની એપમાં રમત શકાય તેવું આયોજન કરેલું જેમાં રોજ પ૦/૬૦ લોકો રમતા હતાં અને ઇનામ આપતા હતાં, પણ બે લાખને ઇનામો કરોડોના આપતા તેવા ચેનલના દાવા સામે ગુજરાતમાં ૧૦૦% સાચા આપનારાઓને કંઇ ઇનામ ના મળ્યાનું પણ બન્યુ હતું તો ગત વર્ષે તમામને કંઇકને કંઇક ઇનામ મળશે તેવી જાહેરાત પછી તમામને ના આપતા ગત વર્ષે ૧ કરોડ વીસ લાખથી વધુ રોજ ઘરબેઠા રમતા હતાં તે આ વખતે ખૂબ ઓછા થઇ ગયા હતાં.

આજે શુક્રવારે કર્મવીર કાર્યક્રમમાં કે.બી.સી. પર ઇન્ફોસીસ ફાઉન્ડેશનની સુધામૂર્તિ આવશે. (૮.૧૧)

(1:03 pm IST)