Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આઠ બેડરૂમનાં આલિશાન એપાર્ટમેન્ટમાં એપ્રિલમાં શિફટ થશે ટાઇગરશ્રોફ

મુંબઇ તા ૨૯  : ટાઇગરશ્રોફ ખારમાં ખરીદેલા તેના આઠ બેડરૂમનાં ભવ્ય ફલેટમાં પરિવાર સાથે એપ્રિલમાં શિફટ થવાનો છે. આ ઘરના ડેકોરેશનનું અને દરેક બાબતનું તેની મમ્મી આયેશા શ્રોફ ઝીણવટપુર્વક ધ્યાન રાખી રહી છે. એ ઘરમાં એક જિમનો પણ સમાવેશ કરવામાં આવશે. ટાઇગર ઘણાં સમયથી પ્રોપર્ટીની શોધ કરી રહ્યો હતો અને તેનો અંત આઠ બેડરૂમના ઘર સાથે થયો હતો. આ મહિનાની શરૂઆતમાં જ એ મકાનની ડીલ કરવામાં આવી શતી. તેની ફેમિલી પણ ટાઇગરનાં આ ઘરથી ખુબ ખુશ છે. જોન એબ્રાહીમના ભાઇ એલન એબ્રાહીમે તેનાં ઘરનાં ઇન્ટિરીયરની જવાબદારી લીધી છે. જોનનાં ઘરને એલાને જ ડેકોરેટ કર્યુ છે અને તેનું કામ ટાઇગરને પણ ખુબ પસંદ પડયું છે. ટાઇગરની ઇચ્છા છે કે તેનું આ ઘર અત્યાધુનિક તો હોયજ પણ સાથે જ એને ભરચક બનાવવામાં ન આવે

(11:38 am IST)