Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અશોક લોખંડેની 'મેરે ડેડ કી દૂલ્હન'માં એન્ટ્રી

નેવુંના દસકમાં ટીવી પરદે આવતી સિરીયલોમાં ખુબ જાણીતા બનેલા અભિનેતા અશોક લોખંડે હવે વધુ એક ટીવી શોમાં સામેલ થયા છે. ૧૯૯૬માં સોની ટીવી પરની સિરીયલ જસ્ટ મહોબ્બતમાં ડેઝમન્ડ અને એ પછી સોનપરી સિરીયલમાં અલ્ટુનું પાત્ર ભજવનારા લોખંડેએ ખામોશી અને સરફરોશ જેવી ફિન્દી ફિલ્મોમાં પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. હવે અશોક લોખંડે સોની ટીવી પરના શો મેરે ડેડ કી દૂલ્હનમાં પણ સામેલ થયા છે. આ શોમાં વરૂણ બડોલા અંબર શર્મા નામના પાત્રમાં છે. અંબરના સગાનો રોલ અશોકને મળ્યો છે. આ શો શરૂ થયા પછી થોડા દિવસ પહેલા જ અશોકને પાત્ર મળ્યું છે. આગામી દિસોમાં અશોકની આ શોમાં એન્ટ્રી થશે. વરૂણ સાથે શ્વેતા તિવારી, અંજલી તતરારી પણ આ સિરીયલમાં મુખ્ય રોલમાં છે. અશોક લોખંડે સતત ૧૯૮૬થી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપતા રહ્યા છે.

 

(9:56 am IST)