Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ફિલ્મને પાયરેસીથી બચાવવા 12 હજાર વેબસાઇટ બ્લોક કર્યા બાદ પણ 2.0 HD પ્રિંટમાં થઇ ગઈ લીક

નવી દિલ્હી: રજનીકાંતની મોટ્સ અવેટેડ ફિલ્મ 2.0 રિલીઝ થઇ છે. ફિલ્મને પાયરેસીથી બચાવવા માટે મદ્રાસ હાઇ કોર્ટે 37 ઇન્ટરનેટ સર્વિસ પ્રાઇવેટના લગભગ 12 હજાર વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.હાઇકોર્ટના આદેશ બાદ પણ ફિલ્મને ફૂલ HD પ્રિંટમાં પાયરેસી વેબસાઇટ તમિલ રોકર્સ ઉપર અપલોડ કરાઈ છે મળતા અહેવાલ મુજબ આ વાત મેકર્સ માટે મુશ્કેલી બની ગઇ છે. જોકે આ સમાચારના હાલમાં કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.

   તમિલ રોકર્સ ઓનલાઇન ઘણી ફેમસ વેબસાઇટ છે. આ પહેલા પણ આ સાઇટે ઠગ્સ ઓફ હિંદોસ્તાન, સુઇ ધાગા, અંધાધુન અને નોટા જેવી ફિલ્મોને લીક કરી હતી. સાઉથ ઇન્ડિયા સહીત સમગ્ર દેશમાં એક્ટર રજનીકાંતની અદ્ભુત ફેનફોલોવિંગ છે અને એવામાં આ ફિલ્મ લીક થવાથી પ્રોડ્યૂર્સને મોટું નુકસાન થઇ શકે છે.

   રજનીકાંતની ફિલ્મ 2.0 રિલીઝ થયા પહેલા જ તેના ખર્ચના લગભગ 80 ટકા પૈસાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મને મ્યૂઝિક અને ટેક્નિકલ રાઇટ્સની સાથે તમિલમાં પ્રી બ્રુકિંગથી કુલ 490 કરોડની કમાણી કરી છે. બે દિવસ પહેલા આ ફિલ્મનું હિન્દી અને અન્ય ભાષાઓમાં પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે એટલે 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝ પહેલા જ 500 કરોજની કમાણી કરી લીધી છે આ પહેલા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું ક્યારે પણ થયું નથી.ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડનું ઓપનિંગ કરવા જઇ રહી છે.

(11:26 pm IST)