Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ટીવી શો 'કસૌટી જિંદગી કી 2'માં ઇરિકાને શૂટિંગ દરમિયાન ચક્કર આવતા બેભાન

થોડા સમય સુધી વેનિટી વેનમાં આરામ કર્યો

મુંબઈ :ટીવી શો 'કસૌટી જિંદગી કી 2'માં લીડ રોલ પ્લે કરતી ઇરિકા ફર્નાન્ડિઝને શૂટિંગ દરમિયાન અચાનક ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઇ  હતી. જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ ત્યાં સુધી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.

  જાણવા મળ્યા મુજબ ઇરિકા આ શો માટે શૂટિંગ કરી રહી હતી એ દરમિયાન તેને ચક્કર આવવા લાગ્યા હતા. બાદમાં તેણે થોડા સમય સુધી વેનિટી વેનમાં આરામ કર્યો હતો. જેના પછી તેણે ફરી શૂટિંગ કર્યું હતું. એ દિવસે તે સેટ પર પહોંચી હતી ત્યારે જ ઓલરેડી તેની તબિયત ખરાબ હતી.જોકે, બિઝી શેડ્યૂલના કારણે તે શૂટિંગમાંથી બ્રેક લઈ શકે એમ નથી.તે પણ નથી ઇચ્છતી કે, તેના લીધે શૂટિંગ પર અસર થાય.

(8:52 pm IST)