Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બોલીવુડને બાદબાકી કરીને હોલીવુડના આ અભિનેતાને પ્રિયંકા ચોપરાએ આપ્યું આમંત્રણ

મુંબઈ: પ્રિયંકાએ સંપૂર્ણ બોલીવુડને છોડીને હૉલીવુડ એક્ટર ડ્વેન જૉનસન ઉર્ફ રૉકને આમત્રંણ આપ્યું છે જે પ્રિયંકા અને નિકનાં લગ્નમાં જોધપુર પહોંચશે. પ્રિયંકા અને રૉક હૉલીવુડ ફિલ્મબેવૉચમાં જોવા મળ્યા હતા. તો રૉક ફિલ્મજુમાંજીમાં નિક જોનસ સાથે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ હેલિકૉપ્ટર બૂક કર્યું છે જેના દ્વારા રૉક સીધો ઉમેદ ભવન પહોંચશે. પહેલા સમાચાર હતા કે નિક અને પ્રિયંકા પોતાના લગ્નમાં મહેમાનોને ચાંદીનાં સિક્કા ભેટમાં આપશે. સોસિયલ મીડિયા પર વાયરલ એક તસવીરમાં ચાંદીનાં સિક્કા જોવા મળી રહ્યા છે જેની પર પ્રિયંકા અને નિકનાં નામનાં પહેલા અક્ષર છાપવામાં આવ્યા છે. સિક્કાની બીજી બાજુ ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર છે.

(6:01 pm IST)