Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

તો પરિણીતી ચોપરા આ વ્યક્તિને કરી રહી ડેટ

મુંબઈ: ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપરાનાં લગ્ન હોવાથી સમાચારોમાં ઝળકતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પ્રી-વેડિંગ પાર્ટી આપી ન્યૂઝ તો બધે આવી ગયા. પાર્ટીમાં પ્રિયંકાનો ભાઈ સિદ્ધાર્થ અને બહેન પરિણીતી ચોપરા પણ હાજર હતાં અને ફંક્શનના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયા. હવે પાર્ટીની બીજી ખાસ વાત બહાર આવી છે. ફોટોગ્રાફમાં એક ખાસ વ્યક્તિ દેખાઈ રહી છે અને કથિતપણે એવું કહેવાય છે કે પરિણીતીનો બોયફ્રેન્ડ છે.છેલ્લાં ઘણા સમયથી ખબર આવી રહી હતી કે પરિણીતી સિંગલ નથી અને કરણ જોહરના સહાયક ચરિત દેસાઈને ડેટ કરી રહી છે પણ ફોટો આવતા કન્ફર્મ થયું કે પરિણીતી અને ચરિત ડેટ કરી રહ્યા છે. ફોટોમાં પણ બંને એકબીજાની એકદમ નજીક હોવાનું જણાય છે. મળતા અહેવાલ મુજબ પરિણીતી અને ચરિત ડ્રીમ ટીમ ટૂર દરમિયાન એકબીજાની નજદીક આવ્યા હતા.

 

(6:00 pm IST)