Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હવે વેબ સિરીઝમાં સાંભળવા મળશે શ્રેયા ઘોષાલનો અવાજ

મુંબઇ: પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે તાજેતરમાં એક વેબ સિરિઝ માટે ગીત ગાયું હતું અને ડિજિટલ પ્લેટફોરમ પર મળેલી ગાવાની તક બાબત સારી એવી ઉત્તેજિત જણાતી હતી.છેલ્લાં બાર પંદર વર્ષમાં કેટલાંય યાદગાર ગીતો ફિલ્મોમાં ગાનારી ગાયિકાએ તાજેતરમાં બ્રોકન વેબ સિરિઝ માટે પોતાનો કંઠ ઊછીનેા આપ્યો હતો. વેબ સિરિઝમાં વિક્રાન્ત મેસી અને હરલીન સેઠી ચમકી રહ્યાં છે. બે પ્રણયભગ્ન પાત્રો એકમેકની નિકટ આવે છે એવી કતા ધરાવતી સિરિઝમાં ત્રણ ગીતો છે.શ્રેયાએ અન્ય ગાયક દેવ નેગી સાથે યહ ક્યા હુઆ યુગલગીત તાજેતરમાં રેકોર્ડ કર્યું હતું. ગીત કથાને આગળ લઇ જવામાં નિમિત્ત બનવા ઉપરાંત સંકેત કરતાં સિરિઝના બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે પણ લેવામાં આવ્યું છે. પોતાને ડિજિટલ પ્લેટફોર્મમાં રજૂ થવાની પહેલી તક મળવાથી શ્રેયા એકદમ ખુશ અને ઉત્તેજિત જણાઇ હતી. એણે કહ્યું, 'મને વેબ સિરિઝમાં ગાવાની તક પહેલીવાર મળી માટે હું ઉત્સાહિત હતી. અમિતાભ ભટ્ટાચાર્યે ગીત લખ્યું છે અને એની તર્જ ખૂબ સરસ બની છે' એમ એણે એક નિવેદનમાં કહ્યું હતું.

(5:59 pm IST)