Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હિના ખાને વેડિંગ મેગેઝીનના કવર પેજ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

મુંબઇ તા. ૨૯ : લોકપ્રિય ટીવી એકટ્રેસ અને બિગ બોસ એકસ કન્ટેસ્ટન્ટ હિના ખાન વારંવાર ચર્માંમાં રહે છે. આજકાલ હિના લોકપ્રિય રોમેન્ટિક સીરિયલ 'કસૌટી જિંદગી કી ૨' ને કારણે ચર્માં છે. એકતા કપૂરનો શો કસોટી જિંદગી કી-૨માં કોમોલિકાના રોલમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હિના ખાન શોમાં જોવા મળતી નથી. તેના ફેન્સ આ ચિંતનમાં છે તે હિના ખાન આખરે શોમાં કેમ નજર નથી આવી રહી. દર્શકોના દિલમા રહેનાર હિના ખાને આખરે કેમ ગાયબ થઇ ગઇ છે. કેટલાક રિપોર્ટસ અનુસાર બિગબોસની એકસ કન્ટેસ્ટન્ટ હિના ખાન જલ્દી જ બોલિવૂડ ફિલ્મમાં નજર આવશે. હિના છેલ્લા કેટલાક સમયથી કસોટી જિંદગી કી-૨માંથી ગાયબ થઇ ગઇ છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે તે તેમના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

હિનાએ આ અંગે વાત કરતા કહ્યું, 'આ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે, જે ખાસ સમય અને પાછળના ભાગમાં સેટ કરાવામાં આવી છે, તે શહેરની ચહલ-પહલ, ટેકનોલોજી અને કોમ્પિટિશનથી દૂર હશે. હું એક મીડિયમમાં જવા માટે એક ચેલેન્જના રૂપમાં જોઇ રહી છું.'

(12:17 pm IST)