Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભોજન જોઇને ખીલી ઊઠયો શ્રધ્ધાનો ચહેરો

શ્રધ્ધા કપૂર હાલમાં હૈદરાબાદમાં 'સાહો' નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મના સેટ પર તેના માટે અનેક વ્યંજનોથી ભરપૂર થાળી પીરસવામાં આવી હતી. આ જોઇને તેના ચહેરા પર એક મોટી સ્માઇલ આવી ગઇ હતી. સેટ પરનો આ ફોટો શ્રધ્ધાની મેકઅપ-આર્ટિસ્ટ શ્રધ્ધા નાઇકે કિલક કર્યો હતો. શ્રધ્ધા કપૂરે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી એને કેપ્શન આપી હતી કે 'આ ભોજનને શેર કરવું અઘરું છે. આમ છતાં હું એને મારા ફ્રેન્ડસ સાથે શેર કરીશ.'

(9:48 am IST)