Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કિસી કી નઝર ના લગે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગઇકાલે સાંતાક્રુઝમાં આવેલી એક હોટેલમાં રિસેપ્શન રાખ્યું હતું. તેમણે ૧૪ અને ૧પ નવેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ દીપિકાની ફેમીલી દ્વારા ર૧ નવેમ્બરે બેન્ગલોરમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. ગઇકાલે રણવીરની ફેમિલી દ્વારા મુંબઇમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં બન્ને પરિવારના સભ્યો અને મિત્રો જોવા મળ્યા હતાં. દીપિકા અને રણવીર તેમના બોલીવુડના મિત્રો માટે પહેલી ડીસેમ્બરે રિસેપ્શન રાખશે. દીપિકાએ ગઇકાલે આઇવરી અને ગોલ્ડ સાડી તથા રણવીરે મેચિંગ શેરવાની પહેરી  હતી. તેમણે સોશ્યલ મીડિયા પર પણ તેમનો ફોટો શેર કર્યો હતો. રણવીર ગઇકાલે સવારથી તેની 'સિમ્બા'નું ડબિંગ કરી રહ્યો હતો, કારણ કે તેના કારણે ફિલ્મ લંબાય એવું તે નથી ઇચ્છતો.

(9:47 am IST)