Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બિગ બીને હાથ અડાડવાની પણ મનાઈ છે

મુંબઇ,તા.૨૯ : કોવિડ સામે લડીને બહાર આવેલા મહાનાયકને કૌન બનેગા કરોડપતિના સેટ પર કોઈ અડકી પણ શકતું નથી એ વાતનો અફસોસ મનીષ પોલને પણ ભારોભાર છે

અમિતાભ બચ્ચન અત્યારે શ્નકૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરે છે, પણ સેટ પર બિગ બીને આછો સરખો સ્પર્શ કરવાની પણ સખત મનાઈ ફરમાવાઈ છે. આ વાતનો અનુભવ થયો હમણાં મનીષ પોલને. એકટર-એન્કર મનીષ પોલ બિગ બીને મળવા માટે 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર ગયો ત્યારે તેને સ્ટ્રિકટલી દૂર રાખવામાં આવ્યો હતો. મનીષને અફસોસ એ વાતનો છે કે તે બિગ બીના પગને સ્પર્શીને આશીર્વાદ પણ લઈ શકયો નહીં. અગાઉ એવું કયારેય બન્યું નથી કે મનીષ મહાનાયકને મળ્યો હોય અને એ પછી તેણે ચરણસ્પર્શ ન કર્યા હોય. પહેલી વાર એવું બન્યું કે મનીષ તેમને મળ્યો અને દૂરથી જ થોડી વાતો કરીને નીકળી ગયો.

એકચ્યુઅલી કોવિડ સામે લડીને ક્ષેમકુશળ રીતે બહાર આવનાર બિગ બીને ફરીથી કોઈ તકલીફ ન આવે એ માટે બચ્ચન-ફેમિલી, બિગ બીનો સ્ટાફ, સોની ટીવી અને 'કૌન બનેગા કરોડપતિ'નું યુનિટ જબરદસ્ત સ્ટ્રિકટ છે. માત્ર કન્ટેસ્ટન્ટ જ નહીં, યુનિટ અને ચેનલનો સ્ટાફ પણ બિગ બીની નજીક જઈ નથી શકતો કે તેમને સ્પર્શી નથી શકતો.

(10:22 am IST)