Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

શરદ કેળકરે ડબીંગનું કામ કર્યુ ખતમ

વેબ સિરીઝની દુનિયામાં ખુબ જોવાયેલી અને વખણાયેલી સિરીઝમાં સામેલ ધ ફેમિલી મેનની બીજી સિરીઝ આવી રહી છે. મધ્યમ વર્ગીય પરિવારના સામાન્ય માણસ આસપાસ કહાની ફરતી રહે છે. આ માણસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના સ્પેશિયલ સેલમાં કામ કરે છે. દેશનું રક્ષણ કરવાની સાથો સાથ તે પરિવાર સાથે સમય પસાર કરવા પણ પ્રયાસો કરે છે. ગયા વર્ષે ધ ફેમિલી મેન રિલીઝ થઇ હતી. તેના દ્વારા શરદ કેરકળે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી. હવે બીજી સિઝન લોકોનું મનોરંજન કરવા આવી રહી છે. શરદે એક તસ્વીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ડબીંગ પુરૂ થઇ ગયું છે. ભારતના બેસ્ટ શો ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન-૨ સાથે જોડાવાની તક મળી છે.  મનોજ બાજપાઇ, પ્રિયામણી, સામંતા અક્કેનીની, શારીબ હાસમી, પવન ચોપરા, શરદ કેળકર, ગુલ પનાગ સહિતે આ સિરીઝમાં કામ કર્યુ છે. આવતા મહિને આ સિરીઝ સ્ટ્રીમ થઇ શકે છે.  

(9:21 am IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST