Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કોઇને સમય આપો એ પણ પ્રેમ છેઃ વિજય

અભિનેતા વિજય વર્મા  બોલીવૂડ ૫છી ઓટીટી પ્‍લેટફોર્મ પર પણ જમાવટ કરી રહ્યો છે. વિજય વર્માનું કહેવું છે કે આજના યુગમાં કોઈને પણ પુરો સમય આપવો એ પણ પ્રેમ છે. વિજય વર્મા હાલમાં જ ડેટિંગ ધિસ નાઇટ્‍સમાંશ્રળષ્ટિ દિક્ષિત સાથે જોવા મળશે. આ શોમાં મોર્ડન જમાનામાં ડેટિંગ વિશે વાત કરવામાં આવી રહી છે.

બમ્‍બલની યુટયુબ ચેનલ પર આ શોને રિલીઝ કરવામાં આવી રહ્યો છે, જેના નવા એપિસોડમાં વિજય વર્મા જોવા છે. વિજય વર્મા છેલ્લે આલિયા ભટ્ટ સાથે ડાર્લિંગ્‍સમાં તેના પતિના રોલમાં જોવા મળ્‍યો હતો. જેમાં તેણે પત્‍નિ પર ત્રાસ ગુજારતાં પતિનો રોલ નિભાવ્‍યો હતો. ૨૦૧૨માં ચિત્તાગોંગ ફિલ્‍મથી શરૂઆત કરનાર વિજયએ ગલ્લી બોય, સુપર થર્ટી, બાગી થ્રી, મન્‍ટો સહિતની ફિલ્‍મો કરી છે. તે અ સ્‍યુટેબલ બોય, શી, ચીયર્સ, મિરઝાપુર, ઓકે કોમ્‍પ્‍યુટર જેવા શો થકી વધુ જાણીતો બન્‍યો છે.

(10:14 am IST)