Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વિલન બનેલો રાઘવ સારો ડાન્સર પણ છે

ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઇવએ અત્યાર સુધી જે ફિલ્મો, શો અને સિરીઝ આપ્યા છે તે પૈકીના સોૈથી વધુ જોવાયોલા અને વખાણાયેલા ક્રાઇમ થ્રિલર શો અભયની બીજી સિઝને પણ દર્શકોના દિલ જીત્યા છે. આ શોમાં ખલનાયકોની પણ દમદાર ટોળી છે. કૃણાલ ખેમુ, આશા નેગી, નિધી સિંહની સાથે હવે નવા કલાકારો બિદીતા બૈગ, રાઘવ જુયાલ, ઇન્દ્રનીલ સેનગુપ્તા અને અસિમા વર્ધન, રામ કપૂર, ચંકી પાંડે પણ જોડાયા છે. આ બધા અહિ ખલનાયકના અવતારમાં જોવા મળ્યો છે. રાઘવ જુયાલે કહ્યું હતું કે મેં મારા પાત્રને ન્યાય આપવા મારી વ્યકિતગત યાદોનો ઉપયોગ કર્યો હતો. રાઘવ કહે છે આ સિઝનમાં ખુબ સાવધાની પુર્વક બધા જ પાત્રો પર ખુબ ધ્યાન અપાયું છે. આ કારણે જ આ શો ખુબ પ્રતીક્ષિત બની ગયો હતો.  બધા પાત્રોની કહાની અને કથા દર્શકોને જકડી રાખ્યા છે. ઉત્તરાખંડનો રહેવાસી રાઘવ અભિનેતાની સાથે સારો ડાન્સર પણ છે. એબીસીડી-૨માં પણ તે કામ કરી ચુકયો છે.

(10:08 am IST)