Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સારી સ્ક્રીપ્ટ મળે તો જ મારે ફિલ્મો કરવી છે: શરમન જોશી

મુંબઈ:અભિનેતા શર્મન જોશીએ કહ્યું કે સારી સ્ક્રીપ્ટ મળે તો મારે ફિલ્મો કરવી છેછેલ્લે વજહ તુમ હોમાં દેખાયેલો શર્મન રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મ એમ ત્રણે માધ્યમો સાથે સંકળાયેલો છે. હાલ પોતાની આગામી ફિલ્મ કાશી ઇન સર્ચ ઑફ ગંગાની રજૂઆતની વાટ જોઇ રહ્યો છે.એણે કહ્યું મને પણ ઝડપથી આગળ વધવાની ઇચ્છા છે પરંતુ એનો અર્થ એવો નથી કે જે સ્ક્રીપ્ટ સામે આવે સ્વીકારીને કામ કરવા મંાડું. સ્ક્રીપ્ટ સારી હોય અને પાત્રને રજૂ કરવાનો સારો સ્કોપ હોય તો મારે ફિલ્મો કરવી છે.  ધીરજ કુમારની ફિલ્મ કાશી ઇન સર્ચ ઑફ ગંગા એક ક્રાઇમ થ્રીલર છે. એના વિશે બોલતાં શર્મને કહ્યુંકે સ્ક્રીપ્ટ જે રીતે લખાઇ હતી બરાબર એજ રીતે અમે ફિલ્મ બનાવી છે અને સરસ બની છે. તમે કદાચ માની નહીં શકો, પરંતુ રાજકુમાર હીરાણી કે મણી રત્નમ બનાવે એવી ક્રાઇમ થ્રીલર ફિલ્મ બની છે. હાલ ફિલ્મ રજૂ થવાની હું વાટ જોઇ રહ્યો છું.

 

(4:59 pm IST)