Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ના મંચ પર કરીનાએ રાહુલ રોય વિશે કહી આ ખાસ વાત....

મુંબઈ: કરીના કપૂર આજકાલ બહુ બિઝી છે. તે પોતાની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના શૂટિંગમાં બહુ બિઝી છે. એટલું જ નહીં, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ ૭’માં જજ તરીકે નજરે પડે છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં કરીનાએ એક મોટો ખુલાસો કર્યો છે. શોમાં કરીનાએ રૂપેરી પડદે પહેલી વાર કોના પર ફિદા થઈ ગઈ હતી એ જણાવ્યું. કરણ વાહીએ કરીનાને તેના પહેલા ક્રશ વિશે પૂછયું. એ સવાલના જવાબમાં કરીનાએ જે નામ આપ્યું એ સાંભળી બધા ચોંકી ગયા હતા. કરીનાએ કહ્યું કે ૯૦ના દાયકામાં આવેલી ફિલ્મ ‘આશિકી’માં લીડ રોલ કરનાર એક્ટર રાહુલ રોય પર તે ફિદા થઈ ગઈ હતી. એટલું જ નહીં, કરીના રાહુલથી એટલી પાગલ હતી કે તેણે આઠ વાર ‘આશિકી’ ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મમાં રાહુલ રોય સાથે લીડ ફીમેલ રોલમાં અનુ અગ્રવાલ હતી. રાહુલ રોયે પોતાની ડેબ્યુ ફિલ્મ ‘આશિકી’થી કરી હતી અને એ ફિલ્મ દ્વારા તેણે કરોડો લોકોના દિલ જીતી લીધાં હતાં. કરીના હાલમાં ‘અંગ્રેજી મીડિયમ’ અને ‘ગુડ ન્યૂઝ’ના શૂટિંગમાં બિઝી છે.

(5:56 pm IST)