Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અર્જુન કપૂરને આ શું કર્યું આલિયા ભટ્ટે

મુંબઈ:સીધો અને સરળ દેખાતો અર્જુન કપૂર હકીકતમાં ઘણો ફની અને મોજીલા સ્વભાવનો છે. તે અવાર-નવાર કોઇપણ એક્ટ્રેસની મજાક ઉડાવતો જોવા મળે છે. કેટલાક દિવસ પહેલા અર્જુને કેટરીના કૈફની ફૉટો પર પણ કૉમેન્ટ કરી હતી. હવે તેણે આલિયા ભટ્ટને ટ્રોલ કરી છે, જો કે સૌથી મજેદાર આલિયાએ અર્જુનને આપેલો જવાબ હતો.તાજેતરમાં રક્ષાબંધનનાં અવસર પર આલિયા ભટ્ટે નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનાં દીકરા યશ જોહરને રાખડી બાંધી હતી. આલિયાએ આની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આલિયાએ લખ્યું છે કે, ‘મારો સુંદર બેબી બ્રધર. આહહહ..આનો ચહેરો જુઓ.’ આલિયાનાં કેપ્શન પર અર્જુને મજાક કરી હતી. તેણે લખ્યું કે, ‘હમમઆમ તો તે એટલો એક્સાઇટેડ પણ નથી લાગી રહ્યો.’ આલિયાએ જેવી અર્જુનની કૉમેન્ટ વાંચી તેણે પણ મજાકમાં જોરદાર જવાબ આપ્યા હતો. આલિયાએ રિપ્લાય આપતા લખ્યું, ‘Get Lost(તમે જાઓ અહીં થી), તે સારી રીતે રમી રહ્યો છે.’ આલિયા પહેલા અર્જુન કપૂરે કેટરીના કૈફનાં ફૉટા પર પણ કૉમેન્ટ કરી હતી. અર્જુને કેટરીનાનાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ફૉટો પર કૉમેન્ટ કરતા લખ્યું હતુ કે, ‘આમને ડેન્ડ્રફ થઈ ગયા છે.’

(3:53 pm IST)