Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આ હોલીવુડ અભિનેતા 57 વર્ષે બનશે 10માં બાળકનો પિતા

મુંબઈ:57 વર્ષિય અમેરિકન અભિનેતા એડી મર્ફી 10માં સંતાનનાં પિતા બનવાના છે. તેમની પાર્ટનર પૈજ બુચર બેબી બંપ સાથે જોવા મળી હતી. મર્ફીનાં એક પ્રતિનિધિએ કહ્યું કે, “એડી મર્ફી અને લાંબા સમયથી તેમની પ્રેમિકા પેજ બુચરને ઘોષણા કરવામાં ખુશી થઈ રહી છે કે ડિસેમ્બરમાં તેઓ પોતાના બીજા સંતાનનાં આવવાની અપેક્ષા કરી રહ્યા છે.”39 વર્ષિય ઑસ્ટ્રેલિયાઈ અભેનેત્રી બુચર ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેરેલી કેમેરામાં કેદ થઈ. જોડી 2012થી સાથે છે અને બંનેની પહેલાથી 2 વર્ષિય દીકરી ઇજ્જી ઉના છે. દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન મર્ફીને પાછળનાં સંબંધોથી 8 અન્ય બાળકો છે. તેમનો સૌથી મોટો દીકરો એરિક 29 વર્ષનો છે.ઉલ્લેખનીય છે કે એડી મર્ફીને 48Hrs ફિલ્મમાં નિભાવેલા તેમના પાત્રને કારણે નામના મળી હતી. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનાં રૉલમાં તેમણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો છે.

(3:52 pm IST)