Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બોલીવુડમાં સામાન્ય વ્યક્તિના જીવન પર પણ બાયોપિક બનવી જોઈએ: દીપિકા પાદુકોણ

મુંબઇ : ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે આજે બોલિવૂડમાં બાયો-ફિલ્મોની ભરમાર છે. મોટે ભાગે સફળ અને સુખી લોકોની બાયો-ફિલ્મ બનાવવામાં આવે છે. 'રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની સેલેબ્રિટિઝની બાયો-ફિલ્મ બનાવવાની આજકાલ ફેશન થઇ પડી છે. પરંતુ મને કહેવા દો કે આમ આદમીની જિંદગી પણ ઓછી સંઘર્ષમય હોતી નથી. આમ આદમીમાં પણ ઘણા એવા મળી આવે જેમની બાયો -ફિલ્મ બનાવી શકાય. છેલ્લા થોડા મહિનામાં મને પણ કેટલીક બાયો-ફિલ્મની ઑફર્સ આવી હતી પરંતુ મેં કહ્યું એમ મને માત્ર સેલેબ્રિટીઝની બાયો-ફિલ્મમાં રસ પડે નહીં. એટલે મેં સવિનય ઑફર્સનો અસ્વીકાર કર્યો' એમ દીપિકાએ કહ્યું હતું.પદ્માવત ફિલ્મને દીપિકા બાયો-ફિલ્મ ગણવા તૈયાર નહોતી. પદ્માવત કે બાજીરાવ મસ્તાની તો ઇતિહાસના પાત્ર અને કલ્પનાનો સમન્વય કરીને બનાવાયેલી ફિલ્મો હતી. એને બાયો-ફિલ્મ કહી શકાય નહીં એવું દ્રઢપણે માને છે.હાલ લગભગ ફ્રી જેવી છે. વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ દીપિકા ઇરફાન ખાન સાથે કરવાની હતી પરંતુ ઇરફાન ખાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાની વાત જાહેર થતાં વિશાલે ફિલ્મ મોકૂફ રાખી હતી.

 

(3:52 pm IST)