Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બીગબીની દ્રષ્ટિએ આજનો યુવાન કલાકારોનો વર્ગ પ્રતિભાશાળી અને મેચ્યોર છે

મુંબઇ : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે આજના યુવાન કલાકારો ખૂબ વધુ પ્રતિભાવાન અને મેચ્યોર જોવા મળ્યા છે. એમની સાથે કામ કરતી વખતે મારે વધુ સાવધ રહેવું પડે છે.'આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંઘ અને રાજકુમાર રાવ જેવા કલાકારો જોરદાર પ્રતિભા ધરાવવા ઉપરાંત ઉંમરની તુલનાએ ઘણા મેચ્યોર છે. લોકો સેટ પર પૂરતા હોમવર્ક સાથે અને પૂરતી તૈયારી સાથે આવે છે. બીજી બાજુ મારે અત્યારે પણ ખાસ્સી તૈયારી કરવી પડે છે નહીંતર લોકો પાસે હું ફિક્કો પડી જાઉં' એમ અમિતાભ બચ્ચને કહ્યું હતું.હિટ ટીવી શો કૌન બનેગા કરોડપતિની દસમી સીઝન શરૃ થવાની પૂર્વસંધ્યાએ મિડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સલમાન ખાનને કૌન બનેગા કરોડપતિનું એન્કરિંગ કરવું હોય તો હી ઇઝ વેલકમ. હું પોતે એને એકાદવાર બોલાવવાનો વિચાર કરતો હતો...અમિતાભ બચ્ચન અને સલમાન ખાને બાગબાન જેવી કેટલીક ફિલ્મો સાથે કરી હતી. બંને વચ્ચે સારો મનમેળ છે. તેમણે વધુમાં કહ્યું કે દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓ એટલી જબરદસ્ત પ્રતિભા ધરાવે છે કે મારે એમની સાથે કામ કરતી વખતે ખૂબ સજાગ રહેવું પડે છે. ક્યારેક તો એમની પ્રતિભા મને દંગ કરી દે છે. લોકો પહેલેજ દિવસે સેટ પર આવે ત્યારે પોતાને શું કરવાનું છે એની માનસિક તૈયારી સાથે આવે છે અને એમનામાં ભરપુર આત્મવિશ્વાસ હોય છે. પેઢીના કલાકારો સાથે કામ કરવાની મને તક મળે છે માટે હું મારી જાતને નસીબદાર ગણું છું.

(3:51 pm IST)